આનંદ

આંકલાવ નગરપાલિકા દ્વારા આંકલાવ ડૉક્ટર એસોશીએશને કાપડની થેલીઓનું વિતરણ,

આંકલાવ નગરપાલિકા દ્વારા એક પેહલ...આંકલાવ નગરને સંપૂર્ણ પ્લાસ્ટીક મુક્ત કરવાના અભિયાનમાં સાથ સહકાર આપવા નગરજનોને નમ્ર અપીલ

અહેવાલ: અજય રાઠોડ

ગ્લોબલ વોર્મિંગને લઈને દેશમાં ચિંતા જોવા મળી રહી છે. જેથી તેના ઉપાયો ઉપર કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યારે આંકલાવને પ્લાસ્ટિક મુક્ત કરવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આંકલાવ નાગરિકોને કાપડની ઘેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજ રોજ આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્રરા બેઠકનુ આયોજન કરવામાં આવું હતું તેમાં આંકલાવ ડૉક્ટર એસોશીએશના તમામ ડોક્ટર ઉપસ્થિ રહિ હતા. ચીફ ઓફિસર દ્રરા માગૅદશૅન આપવામાં આવું હતું કે આંકલાવ નગરને સંપૂર્ણ પ્લાસ્ટીક મુક્ત કરવાના અભિયાનમાં સાથ સહકાર આપવા વિનંતી કરી હતી. તેમજ તમામ પ્રકારના વેપારીઓ ને પણ પ્લાસ્ટીક મુક્ત કરવાના અભિયાનમાં સાથ સહકાર આપવા વિનંતી કરી હતી આંકલાવ નાગરિકોના વેપારીઓ ને કાપડની ઘેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પૃથ્વીના પર્યાવરણ માટે તેમજ માનવ અને પ્રાણીઓ માટે પણ ગંભીર જોખમ ઉભું કરી રહ્યુ છે. જેનો ઉપયોગ બંધ કરવો જરૂરી છે, ખાસ કરીને શોપિંગ કરતી વખતે આપણે ઘ્યાન રાખીએ કે પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરીએ. શાકભાજી કે ગ્રોસરી ખરીદતી વખતે કાપડની બેગ સાથે લઈને જઇએ જેથી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળી શકાય. તેઓએ વધુમાં જણાવ્યું કે, ઘરમાં પડેલા જુના કપડાંને રિસાયકલ કરી કાપડની થેલીઓ બનાવી કાંઈપણ ખરીદવા સમયે તેનો ઉપયોગ કરીશું તો આપણે આંકલાવને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકીશું…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button