Uncategorized

Banaskantha: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલની સફાઈ ન કરાતા ખેડૂતોએ જાતે જ સફાઈ કરવા મજબૂર બન્યા

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલની સફાઈ ન કરાતા ખેડૂતોએ જાતે જ સફાઈ કરવા મજબૂર બન્યા

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં ખેડૂતોએ જાતે કેનાલ સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. ખેતી માટે કેનાલમાં પાણી છોડે તે પહેલાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરવા લાગ્યા છે. વારંવાર કેનાલો સાફ સફાઈના કર્યા વગર પાણી છોડાતાં કેનાલો તૂટી જાય છે. ત્યારે સુઈગામ તાલુકાના રડકા ગામના 50 જેટલાં ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામના રડકા ગામના ખેડૂતોએ

કેનાલની જાતે સફાઈ કરવા મજબુર બન્યા છે. નર્મદા

વિભાગ દ્વારા ડિસ્ટ્રીબ્યુટર માઇનોર સબ માઇનોર કેનાલોમાં

સાફ સફાઈ ન કરાઈ હોવાના કારણે જે વિસ્તારને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. શિયાળામાં રવિ પાકોને પિયત કરવા પાણી છોડવામાં આવે તો સત્વરે ખેતરોમાં પાણી મળી રહે જેને લઇ ખેડૂતોએ જાતે કેનાલની સાફસફાઈ હાથ ધરી હતી. શિયાળુ સીઝનમાં કેનાલોમાં મરામત કે સાફસફાઈ તંત્ર દ્વારા કરવા આવી ન હતી. ત્યારે રડકા ગામના ખેડૂતોએ ભેગા મળીને માઇનોર કેનાલમાં બે દિવસ સાફસફાઈ કરવાલાગ્યા હતા. જોકે ખેડૂતો સાફસફાઈ કરવાનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button